લેટેસ્ટ કરંટ અફેર્સ 2025-26: ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે મેગા ક્વિઝ





લેટેસ્ટ કરંટ અફેર્સ 2025-26:

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (CCE, પોલીસ) માટે લેટેસ્ટ કરંટ અફેર્સ 2025-26 ના 39 અગત્યના પ્રશ્નોની લાઈવ મોક ટેસ્ટ. સ્કોરકાર્ડ સાથે લેવલ ચેક કરો.

રામ રામ મિત્રો કોઈપણ સરકારી પરીક્ષા (જેમ કે CCE, પોલીસ કોન્સ્ટેબલ કે GPSC) માં મેરિટ બનાવવું હોય કે બગાડવું હોય, એમાં સૌથી મોટો રોલ કરંટ અફેર્સ (Current Affairs) નો હોય છે. ઘણા વિદ્યાર્થીઓને એ જ ખબર નથી પડતી કે રોજ છાપું વાંચવા છતાં પ્રશ્નો ક્યાંથી પૂછાઈ જાય છે.

તમારું આ ટેન્શન દૂર કરવા માટે આજે Gujarati Job Quiz પર અમે દેશ અને દુનિયાના એવા 39 પ્રશ્નો શોધીને લાવ્યા છીએ, જે સીધા પરીક્ષાના પેપરમાં હિટ થઈ શકે છે. તો ચાલો, નોટ-પેન લો અને આ લાઈવ ટેસ્ટ આપીને તમારું નોલેજ ચેક કરો.

🏆 તમારું ફાઈનલ સ્કોરકાર્ડ: 0 / 39

કુલ પ્રશ્નો: 39
કુલ માર્ક્સ: 39
તમે મેળવેલા માર્ક્સ: 0
એટેમ્પ્ટ કરેલા પ્રશ્નો: 0
સાચા જવાબો: 0
ખોટા જવાબો: 0
છોડી દીધેલા પ્રશ્નો: 0

સાચા જવાબો અને તાર્કિક સમજૂતી (Solutions)

1) તાજેતરમાં ભારતના નવા ‘નાણાં સચિવ’ (Finance Secretary) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:કેન્દ્ર સરકારે 1987 બેચના કર્ણાટક કેડરના IAS અધિકારી અજય સેઠની નિમણૂક કરી છે. તેઓ શ્રી તુહિન કાંતા પાંડેનું સ્થાન લેશે.

2) સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારને કયા વર્ષ માટે ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:99 વર્ષીય પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારને વર્ષ 2024નો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.

3) ‘સી ડ્રેગન 2025’ (Sea Dragon 2025) કવાયત કયા સ્થળે આયોજિત કરવામાં આવી હતી?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:અમેરિકન નૌકાદળ દ્વારા આયોજિત આ બહુરાષ્ટ્રીય કવાયતમાં ભારત સહિતના ક્વાડ દેશોએ ભાગ લીધો હતો.

4) ISRO ના ચંદ્રયાન-4 મિશન માટે ભારત સરકાર દ્વારા કેટલા કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ચંદ્રયાન-4 મિશન ઓક્ટોબર 2027માં લોન્ચ કરવાનું લક્ષ્ય છે, જેનો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પરથી નમૂના એકત્ર કરી પૃથ્વી પર પરત લાવવાનો છે.

5) DRDO દ્વારા પરીક્ષણ કરાયેલ VL-SRSAM મિસાઈલની રેન્જ (મારક ક્ષમતા) આશરે કેટલી છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:‘વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સર્ફેસ-ટુ-એર મિસાઈલ’ (VL-SRSAM) 80 કિ.મી.ની રેન્જ ધરાવે છે અને તે આકાશમાં 16 કિ.મી.ની ઊંચાઈ સુધીના લક્ષ્યને તોડી શકે છે.

6) વિશ્વ ક્ષય (T.B.) દિવસ નિમિત્તે ભારત સરકારે નિક્ષય પોષણ યોજના હેઠળની સહાય વધારીને કેટલી કરી છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર માટે અપાતી માસિક સહાય 1 નવેમ્બર 2024 થી વધારીને રૂ. 1000 (બમણી) કરવામાં આવી છે.

7) ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ હરિયાણાના કયા ગામમાં સ્થાપવામાં આવી રહ્યો છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ગોરખપુર ગામમાં આ અણુ વિદ્યુત મથક બની રહ્યું છે, જેમાં 700 મેગાવોટના બે રિએક્ટર હશે.

8) ‘સી ડ્રેગન 2025’ કવાયતમાં ભારતીય નૌકાદળ તરફથી કયા એરક્રાફ્ટે ભાગ લીધો હતો?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:P-8I એ ભારતનું લાંબા અંતરનું એન્ટી-સબમરીન વોરફેર એરક્રાફ્ટ છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુઆમમાં પોતાની ક્ષમતા દર્શાવી હતી.

9) ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ન્યુટ્રોનની ગતિ ધીમી પાડવા માટે ‘મોડરેટર’ તરીકે શાનો ઉપયોગ થાય છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડન પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે ભારે પાણી અથવા ગ્રેફાઇટના સળિયાનો ઉપયોગ ન્યુટ્રોનને ધીમા પાડવા માટે થાય છે.

10) તાજેતરમાં લોન્ચ થયેલ ‘BHIM 3.0’ એપ્લિકેશનમાં કેટલાથી વધુ ભાષાઓનો સપોર્ટ છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:BHIM 3.0 માં યુઝર ઇન્ટરફેસમાં સુધારો કરવાની સાથે 15 થી વધુ પ્રાદેશિક ભાષાઓ અને સુરક્ષા ફીચર્સમાં વધારો કરવામાં આવ્યો છે.

11) 56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) માં કઈ ફિલ્મને ‘ગોલ્ડન પીકોક’ (શ્રેષ્ઠ ફિલ્મ) એવોર્ડ મળ્યો છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:વિયેતનામની ફિલ્મ ‘સ્કિન ઓફ યુથ’ ને 56મા IFFI માં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ એનાયત થયો છે.

12) ISSF વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપ 2025 ના મેડલ ટેબલમાં ભારત કયા સ્થાને રહ્યું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ભારત કુલ 13 મેડલ (3 ગોલ્ડ, 6 સિલ્વર, 4 બ્રોન્ઝ) સાથે ત્રીજા સ્થાને રહ્યું છે. પ્રથમ સ્થાને ચીન છે.

13) યુનેસ્કો (UNESCO) ના એક્ઝિક્યુટિવ બોર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:યુનેસ્કો અને તેના એક્ઝિક્યુટિવ બોર્ડનું મુખ્ય મથક ફ્રાન્સના પેરિસ ખાતે આવેલું છે.

14) તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:શ્રી વિવેક ચતુર્વેદી 1990 બેચના IRS અધિકારી છે જેમની નિમણૂક CBIC ના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે.

15) વર્લ્ડ બેંક ગ્રુપ (WBG) ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:વર્લ્ડ બેંકની સ્થાપના 1944 માં બ્રેટન વૂડ્સ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી.

16) વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ હાલમાં કોના નામે છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:રોહિત શર્માએ 355 થી વધુ સિક્સર મારીને શાહિદ આફ્રિદીનો (351) રેકોર્ડ તોડ્યો છે.

17) ભારતનું પ્રથમ ‘વોટર-પોઝિટિવ’ એરપોર્ટ કયું બન્યું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:દિલ્હી એરપોર્ટ તેની ટકાઉ જળ સંગ્રહ પ્રણાલીને કારણે ભારતનું પ્રથમ વોટર-પોઝિટિવ એરપોર્ટ બન્યું છે.

18) ભારતમાં દર વર્ષે ‘રાષ્ટ્રીય નૌસેના દિવસ’ (National Navy Day) ક્યારે ઉજવવામાં આવે છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:1971 ના ભારત-પાક યુદ્ધ દરમિયાન ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ ની સફળતાની યાદમાં 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવાય છે.

19) ભારત અને નેપાળ વચ્ચે યોજાતી સંયુક્ત લશ્કરી કવાયતનું નામ શું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:સૂર્ય કિરણ એ ભારત અને નેપાળ વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત છે, જેની 19મી આવૃત્તિ તાજેતરમાં યોજાઈ હતી.

20) પંજાબ નેશનલ બેંક (PNB) ના પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને PNB ના પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

21) ભારતીય રિઝર્વ બેંક (RBI) ની સ્થાપના કયા અધિનિયમ અંતર્ગત અને ક્યારે કરવામાં આવી હતી?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (RBI Act, 1934) અંતર્ગત ભારતમાં આર્થિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 1 એપ્રિલ, 1935 ના રોજ RBI ની સ્થાપના કરવામાં આવી હતી.

22) RBIના પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:શ્રી ઓસબોર્ન સ્મિથ RBI ના પ્રથમ બ્રિટિશ ગવર્નર હતા, શ્રી સી.ડી. દેશમુખ પ્રથમ ભારતીય હતા અને શ્રી આઈ.જી. પટેલ (ઇન્દ્રપ્રસાદ ગોર્ધનભાઈ પટેલ) પ્રથમ ગુજરાતી ગવર્નર હતા.

23) સંયુક્ત રાષ્ટ્ર (UN) ની ‘૨૦ શહેરો શૂન્ય કચરા તરફ’ વૈશ્વિક પહેલમાં ભારતના કયા શહેરનો સમાવેશ કરાયો છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:યુએન-હેબિટેટ અને UNEP ના સમર્થન સાથેની આ વૈશ્વિક પહેલમાં કેરળના ‘વર્કલા’ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

24) સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણ (CMS) ના સંમેલનની ૧૫મી બેઠક (COP15) ક્યાં યોજાઈ હતી?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:તાજેતરમાં બ્રાઝિલના કેમ્પો ગ્રાન્ડે ખાતે CMS COP15 યોજાઈ હતી. ફેબ્રુઆરી 2020 માં ગાંધીનગરમાં COP13 યોજાઈ હતી.

25) લોકસભામાં પસાર થયેલા ‘આંધ્રપ્રદેશ પુનર્ગઠન બિલ ૨૦૨૬’ મુજબ આંધ્રપ્રદેશની કાયમી રાજધાની કઈ બનશે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:નવા કાયદાથી અગાઉની ત્રણ રાજધાનીઓનો વિવાદ દૂર કરી, અમરાવતીને આંધ્રપ્રદેશની એકમાત્ર અને કાયમી રાજધાની તરીકે ઔપચારિક માન્યતા મળી છે.

26) ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવાની જાહેરાત થઈ છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે 14 એપ્રિલ 2026 (વિશ્વ ક્વોન્ટમ દિવસ) ના રોજ ‘અમરાવતી ક્વોન્ટમ વેલી’ પ્રોજેક્ટ હેઠળ તે લોન્ચ થશે.

27) ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલું યુદ્ધજહાજ ‘INS દુનાગિરી’ કયા પ્રોજેક્ટનું પાંચમું જહાજ છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:INS દુનાગિરી એ પ્રોજેક્ટ 17A નું પાંચમું જહાજ છે, જે GRSE ખાતે બન્યું છે અને આધુનિક શસ્ત્રો તેમજ બ્રહ્મોસ સિસ્ટમથી સજ્જ છે.

28) દેશભરમાં E20 પેટ્રોલ (૨૦% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) નું વેચાણ ક્યારથી ફરજિયાત કરવામાં આવ્યું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:પેટ્રોલિયમ મંત્રાલય મુજબ પ્રદૂષણ ઘટાડવા 1 એપ્રિલ, 2026 થી દેશભરમાં તમામ રાજ્યોમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરાયું છે.

29) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળે જૈન ધર્મના પ્રાચીન વારસાને પ્રદર્શિત કરતા ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’ નું લોકાર્પણ કરાયું?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

30) જાપાનના યુશી તનાકાને હરાવીને ‘ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500’ ટાઈટલ કયા ભારતીય ખેલાડીએ જીત્યું?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:લક્ષ્ય સેને આ જીત સાથે તેમની કારકિર્દીનું ત્રીજું સુપર 500 ટાઈટલ હાંસલ કર્યું છે. તેઓ ઉત્તરાખંડના વતની છે.

31) ઓમાન દેશ દ્વારા તાજેતરમાં પ્રક્ષેપિત કરવામાં આવેલા તેના પ્રથમ રાષ્ટ્રીય સંચાર ઉપગ્રહનું નામ શું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ઓમાને એરબસ કંપનીની ટેકનોલોજીની મદદથી આ પ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો છે, જે દેશમાં સુરક્ષિત નેટવર્ક અને ડેટા કનેક્ટિવિટી આપશે.

32) 24 નવેમ્બર, 2025 ના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે કોણે શપથ લીધા?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:જસ્ટિસ સૂર્યકાંતે જસ્ટિસ બી. આર. ગવઈના નિવૃત્ત થયા બાદ કાર્યભાર સંભાળ્યો છે. તેઓ મૂળ હરિયાણાના વતની છે.

33) કોમનવેલ્થ ગેમ્સ 2030 નું આયોજન કયા ભારતીય શહેરમાં કરવામાં આવશે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ભારતમાં 2010 ના દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ પછી આ બીજી વખત યજમાની મળી છે. 2030 ના આ ગેમ્સ અમદાવાદમાં યોજાશે.

34) ‘ACITI’ ભાગીદારી કયા ત્રણ દેશો વચ્ચે ટેકનોલોજી અને નવીનતા માટે કરવામાં આવી છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ACITI એટલે Australia-Canada-India Technology and Innovation. આ ત્રિપક્ષીય ભાગીદારી ગ્રીન એનર્જી અને ક્રિટિકલ મિનરલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

35) સંગાઈ મહોત્સવ ભારતભરના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:સંગાઈ એ મણિપુરનું રાજ્ય પ્રાણી છે. તેની યાદમાં અને રાજ્યના પ્રવાસનને વેગ આપવા દર વર્ષે આ ભવ્ય મહોત્સવનું આયોજન થાય છે.

36) અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના શિખર પર લહેરાતા ધ્વજનું નામ શું રાખવામાં આવ્યું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:આ ‘ધર્મ ધ્વજ’ અમદાવાદના નિષ્ણાતો દ્વારા ખાસ કાપડમાંથી બનાવવામાં આવ્યો છે. તેની લંબાઈ 22 ફૂટ અને પહોળાઈ 11 ફૂટ છે.

37) પ્રથમ બ્લાઈન્ડ મહિલા T-20 વર્લ્ડ કપ 2025 માં કયો દેશ ચેમ્પિયન બન્યો?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ભારતીય બ્લાઈન્ડ મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાના કોલંબો ખાતે રમાયેલી ફાઈનલમાં નેપાળને હરાવીને ઇતિહાસ રચ્યો છે.

38) ભારત અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે વિકસિત ‘HAMMER’ હથિયાર કયા પ્રકારનું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:HAMMER એ હવામાંથી જમીન પર સચોટ પ્રહાર કરતું આધુનિક હથિયાર છે, જે હવે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ભારતમાં પણ બનશે.

39) વડનગર ખાતે ઉજવાયેલા ‘તાના-રીરી મહોત્સવ 2025’ માં તાના-રીરી એવોર્ડ કોને આપવામાં આવ્યો?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને વર્ષ 2025 નો તાના-રીરી એવોર્ડ એનાયત થયો છે. આ મહોત્સવ તાના અને રીરીની યાદમાં ઉજવાય છે.


બધું જ વંચાઈ ગયું હોય એવું લાગે ત્યારે શું કરવું? (માસ્ટર ટિપ્સ)

જ્યારે તૈયારી એક એવા સ્ટેજ પર પહોંચી જાય કે જ્યાં બધું જ વંચાઈ ગયું હોય, છતાં પરીક્ષા આઘી હોય, ત્યારે અસમંજસ થવી અને બ્લેન્ક થઈ જવું બહુ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભાષામાં Preparation Plateau કહેવાય છે, જ્યાં ગ્રોથ અટકી ગયો હોય એવું લાગે.

આ સમય ઉત્સાહ ગુમાવવાનો નથી, પણ તમારી તૈયારીને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટેના કેટલાક શ્રેષ્ઠ ઉપાયો નીચે મુજબ છે:

  • ૧. વાંચવા ને બદલે ટેસ્ટિંગ મોડ પર શિફ્ટ થાઓ: જ્યારે બધું વંચાઈ ગયું લાગે, ત્યારે પુસ્તકો ફરી ફરી ખોલવા કંટાળાજનક લાગશે. હવે સમય છે તમારી જાતને ચેલેન્જ કરવાનો. ટાઈમર ગોઠવીને રોજ એક Full-Length Mock Test આપો. આનાથી ખબર પડશે કે ક્યાં કચાસ છે.
  • ૨. રિવિઝનની ટેકનિક બદલો (“એક્ટિવ રિકોલ”): ચોપડી સામે રાખીને માત્ર પાના ફેરવવાથી મગજ સુપ્ત (Passive) થઈ જાય છે. એના બદલે ચોપડી બંધ કરીને કોરા કાગળ પર “માઇન્ડ મેપ” બનાવો. જે ભૂલાયું, એ જ તમારો નબળો મુદ્દો છે.
  • ૩. માઇક્રો-એનાલિસિસ (ભૂલોની અલગ ડાયરી): મોક ટેસ્ટમાં જે પ્રશ્નો ખોટા પડે છે તેની એક અલગ “Mistake Diary” બનાવો. પરીક્ષાના છેલ્લા દિવસોમાં આ ડાયરી આશીર્વાદરૂપ સાબિત થશે.
  • ૪. મટીરિયલ બદલશો નહીં, ફોર્મેટ બદલો: આ સમયે કંટાળીને બજારમાંથી નવું મટીરિયલ ખરીદી લાવવું એ સૌથી મોટી ભૂલ છે. સોર્સ એ જ રાખો, પણ તમારી શોર્ટ નોટ્સ બનાવવામાં સમય ફાળવો.

એક નાની સલાહ: આ સમયગાળામાં રોજનું ટાર્ગેટ સેટ કરવું બહુ જરૂરી છે. તમે ઓલરેડી રેસમાં ઘણા આગળ છો, બસ પરીક્ષાના દિવસ સુધી આ ‘મોમેન્ટમ’ (ગતિ) જાળવી રાખવાની છે!

📝 લેખકનો પરિચય: ‘Gujarati Job Quiz’ ટીમ.
અમે છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના લેટેસ્ટ ટ્રેન્ડ અને ડીપ એનાલિસિસ પર કામ કરીએ છીએ. અમારો હેતુ તમને રખડતી માહિતી નહિ, પણ એવી 100% ઓરિજિનલ અને સ્માર્ટ કન્ટેન્ટ આપવાનો છે, જેનાથી સીધો તમારા મેરિટના સ્કોરમાં વધારો થાય. આવી જ લાઈવ ટેસ્ટ રોજ આપવા માટે સાઈટની મુલાકાત લેતા રહો.

Leave a Comment