સામાન્ય વિજ્ઞાન: ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમની માસ્ટર નોટ્સ
કેમ છો મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા હોઈએ ત્યારે ઇતિહાસ અને ભૂગોળ તો મજા આવે, પણ જ્યારે ‘સામાન્ય વિજ્ઞાન’ (General Science) નો વિષય આવે એટલે ઘણા વિદ્યાર્થીઓને ચક્કર આવવા લાગે પણ ટેન્શન ના લો, CCE હોય કે પોલીસ કોન્સ્ટેબલ, વિજ્ઞાનના 10-15 માર્કસ તમારા મેરિટ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
આજે Gujarati Job Quiz પર અમે પાઠ્યપુસ્તક (GCERT) માંથી ચુંબક, ઉષ્મા, અને દ્રવ્ય (ધાતુ-અધાતુ) જેવા અઘરા લાગતા ટોપિક્સની નોટ્સ એકદમ આપણી દેશી અને સીધી ભાષામાં બનાવી છે. આ વાંચ્યા પછી નીચે આપેલી 25 પ્રશ્નોની મેગા ટેસ્ટ આપશો એટલે વિજ્ઞાનનો ડર હંમેશા માટે ગાયબ.
૧. ચુંબક (Magnet) નો જાદુ
જે પદાર્થ લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવી ધાતુઓને પોતાની તરફ ખેંચે છે, તેને આપણે ચુંબક કહીએ છીએ. એવી માન્યતા છે કે જૂના જમાનામાં ‘મેગ્નેશિયા’ (Magnesia) નામના પ્રદેશમાંથી આવો પથ્થર મળ્યો, એટલે એનું નામ ‘મેગ્નેટ’ પડી ગયું.
- ચુંબકના ધ્રુવો (Poles): દરેક ચુંબકને બે છેડા હોય છે – ઉત્તર ધ્રુવ (N) અને દક્ષિણ ધ્રુવ (S). ચુંબકનું સૌથી વધુ આકર્ષણ વચ્ચે નહિ, પણ આ બંને છેડાઓ પર જ હોય છે.
- દિશા સૂચક ગુણધર્મ: જો તમે ગજિયા ચુંબકને દોરીથી લટકાવો, તો તે હંમેશા ‘ઉત્તર-દક્ષિણ’ દિશામાં જ ઊભું રહે છે. આ જ ગુણધર્મના કારણે ‘હોકાયંત્ર’ (Compass) કામ કરે છે.
- આકર્ષણ અને અપાકર્ષણ: જો બે ચુંબકના સરખા ધ્રુવો (જેમ કે N-N) ભેગા કરો તો તેઓ એકબીજાને દૂર ધકેલે છે (અપાકર્ષણ). પણ જો વિરોધી ધ્રુવો (N-S) ભેગા કરો તો તેઓ ચોંટી જાય છે (આકર્ષણ).
૨. ઉષ્મા (Heat) એટલે શું?
ઉષ્મા એ ઊર્જાનું જ એક સ્વરૂપ છે. કુદરતનો નિયમ છે કે ગરમી (ઉષ્મા) હંમેશા ગરમ વસ્તુથી ઠંડી વસ્તુ તરફ જ વહે છે. ઉષ્મા માપવાનો SI એકમ ‘જૂલ’ (Joule) છે, જ્યારે ખોરાકની ઊર્જા માપવા ‘કેલરી’ (Calorie) વપરાય છે.
ઉષ્મા પ્રસરણ (ગરમી ફેલાવાની) ની ૩ રીતો:
- ઉષ્માવહન (Conduction): આ રીત ઘન પદાર્થોમાં જોવા મળે છે (દા.ત. ગરમ ચામાં રાખેલી ચમચી ગરમ થવી).
- ઉષ્માનયન (Convection) આ રીત પ્રવાહી અને વાયુમાં જોવા મળે છે (દા.ત. પાણીનું ઉકળવું કે દરિયાઈ પવનો).
- ઉષ્મા વિકિરણ (Radiation): આ રીતમાં કોઈ માધ્યમની જરૂર નથી પડતી (દા.ત. સૂર્યનો તડકો સીધો પૃથ્વી પર આવવો).
૩. દ્રવ્યની દુનિયા (Matter)
બ્રહ્માંડની દરેક વસ્તુ જે જગ્યા રોકે અને વજન ધરાવે છે તેને ‘દ્રવ્ય’ કહેવાય છે. આધુનિક વિજ્ઞાન મુજબ દ્રવ્યની 5 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બોઝ-આઈનસ્ટાઈન સંઘટક.
- ગલનબિંદુ (Melting Point): જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી બને. (દા.ત. બરફનું ગલનબિંદુ 273.16 K છે).
- ઉત્કલનબિંદુ (Boiling Point): જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે. (દા.ત. પાણી 100°C તાપમાને ઉકળે છે).
- ઉર્ધ્વપાતન (Sublimation): કેટલાક પદાર્થો એવા છે જેને ગરમ કરો તો તે પ્રવાહી બનવાને બદલે સીધા જ વાયુ બની જાય છે (દા.ત. કપૂર, આયોડીન).
૪. ધાતુઓ અને અધાતુઓ (Metals & Non-Metals)
ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. આખી દુનિયામાં ‘ચાંદી’ (Silver) વિદ્યુતની સર્વશ્રેષ્ઠ સુવાહક છે. ધાતુના ઓક્સાઈડ મોટાભાગે બેઝિક પ્રકૃતિના હોય છે.
પરીક્ષામાં પૂછાતા ફેક્ટ્સ:
- સૌથી હલકી ધાતુ ‘લિથિયમ’ છે અને સૌથી ભારે ધાતુ ‘ઓસમિયમ’ છે.
- ‘ટંગસ્ટન’ (W) નું ગલનબિંદુ 3500°C હોય છે, જેથી તેનો ઉપયોગ બલ્બમાં થાય છે.
- ટ્યુબલાઈટમાં સામાન્ય રીતે પારાની ભષ્મ અને આર્ગોન ગેસ ભરેલો હોય છે.
- પારા (Mercury) ની મિશ્ર ધાતુને ‘અમાલ્ગમ’ (Amalgum) કહેવાય છે.
હવે આપો 25 પ્રશ્નોની લાઈવ મેગા ટેસ્ટ
(નોંધ: આ ટેસ્ટમાં વિજ્ઞાનના અન્ય અગત્યના ટોપિક્સ જેવા કે ફેરફારો, એસિડ-બેઇઝ અને રેસાઓના પ્રશ્નો પણ સામેલ છે, જેથી તમારું પૂરેપૂરું રિવિઝન થઈ જાય!)
🏆 તમારું ફાઈનલ સ્કોરકાર્ડ: 0 / 25
સાચા જવાબો અને સમજૂતી (Solutions)
1) કીડીના ડંખમાં કયો એસિડ રહેલો હોય છે?
2) નીચેનામાંથી કયો ફેરફાર ‘રાસાયણિક ફેરફાર’ (Chemical Change) નું ઉદાહરણ છે?
3) સેલ્યુલોઝમાંથી બનેલા કયા કૃત્રિમ રેસાને ‘આર્ટિફિશિયલ સિલ્ક’ (કૃત્રિમ રેશમ) પણ કહેવામાં આવે છે?
4) જે પ્લાસ્ટિકને માત્ર પ્રથમવાર ગરમ કરતાં મુલાયમ બને છે અને નિશ્ચિત આકારમાં ઢાળ્યા બાદ ફરી ગરમ કરવાથી મુલાયમ બનતા નથી, તેને શું કહે છે?
5) રેડિયો એક્ટિવિટી (Radioactivity) ના માપન માટેનો એકમ કયો છે?
6) ખેડૂતો દ્વારા ભારે અને હલકા ઘટકોને પવનની મદદથી અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
7) જે પરમાણુઓના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, પરંતુ દળક્રમાંક જુદા હોય તેવા પરમાણુઓને શું કહે છે?
8) મનુષ્યના લોહી (Blood) નું સામાન્ય pH માપ કેટલું હોય છે?
9) સૂર્યમાં વિપુલ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થવાનું કારણ કઈ પ્રક્રિયા છે?
10) ‘ડાયનામાઈટ’ (Dynamite) ની શોધ વર્ષ 1867 માં કોણે કરી હતી?
11) ‘ડેનિમ’ (જેમાંથી જીન્સ બને છે) તે હકીકતમાં કયા પ્રકારનું કાપડ છે?
12) કાચને લીલો રંગ આપવા માટે તેમાં કયો મિશ્રિત પદાર્થ ઉમેરવામાં આવે છે?
13) પરમાણુ કેન્દ્ર (ન્યુક્લિયસ) માં કયા કણો આવેલા હોય છે?
14) રેડિયો એક્ટિવ વિકિરણોમાં કયા કિરણોની વિભેદન શક્તિ (Penetration Power) સૌથી વધુ હોય છે?
15) કપડા પરથી કાટના ડાઘા હટાવવા માટે કયા એસિડનો ઉપયોગ થાય છે?
16) પેટની એસિડિટીને દૂર કરવા માટે કયા બેઇઝનો ઉપયોગ થાય છે, જેને ‘મિલ્ક ઓફ મેગ્નેશિયા’ પણ કહે છે?
17) પારા (Mercury) ની મિશ્ર ધાતુને કયા નામથી ઓળખવામાં આવે છે?
18) નીચેનામાંથી કયો પદાર્થ કાર્બનનું અપરૂપ છે અને તે વિદ્યુતનું ‘સુવાહક’ હોય છે?
19) કયા વાયુને ‘હાસ્ય વાયુ’ (Laughing Gas) કહેવાય છે?
20) પુરાતાત્ત્વિક અવશેષોની ઉંમર (આયુષ્ય) નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે?
21) વાતાવરણમાં કદની દૃષ્ટિએ સૌથી વધુ કયો વાયુ આવેલો છે (લગભગ 78%)?
22) ‘સૂકો બરફ’ (Dry Ice) એટલે ખરેખર શું?
23) નીચેનામાંથી કયો વાયુ ‘નિષ્ક્રિય ગેસ’ (Noble Gas) નથી?
24) ‘ઓક્સિડેશન’ (Oxidation) પ્રક્રિયામાં શું થાય છે?
25) આધુનિક આવર્ત કોષ્ટક (Modern Periodic Table) માં તત્ત્વોના ગુણધર્મો કોના આધારે ગોઠવવામાં આવ્યા છે?
મિત્રો, વિજ્ઞાનમાં સમસ્થાનિકો (Isotopes) અને સમભારિકો (Isobars) માં બહુ ગોટાળા થાય છે. આની એક દેશી ટ્રીક સમજો:
1. સમસ્થાનિક (સમ + સ્થાન): આવર્ત કોષ્ટકમાં તત્ત્વોનું ‘સ્થાન’ તેમના રોલ નંબર (પરમાણુ ક્રમાંક) પરથી નક્કી થાય છે. એટલે જેમના રોલ નંબર (પરમાણુ ક્રમાંક) સરખા હોય, પણ વજન (દળ) અલગ હોય તેને સમસ્થાનિક કહેવાય.
2. સમભારિક (સમ + ભાર): અહી નામમાં જ ‘ભાર’ (વજન/દળ) છે! એટલે જેમના વજન (દળ ક્રમાંક) સરખા હોય પણ રોલ નંબર (પરમાણુ ક્રમાંક) અલગ હોય તેને સમભારિક કહેવાય.
આવા નાના કન્સેપ્ટ ક્લિયર હશે તો પેપરમાં 4 ઓપ્શન જોઈને ક્યારેય પરસેવો નહિ છૂટે!
સરકારી નોકરીની તૈયારીમાં વિજ્ઞાન વિષય ગોખવાને બદલે તેને સમજવો જરૂરી છે. અમે પાઠ્યપુસ્તકોનું એનાલિસિસ કરીને તમારા માટે સીધી અને દેશી ભાષામાં 100% ઓરિજિનલ કન્ટેન્ટ લાવીએ છીએ, જેથી તમારું મેરિટ મજબૂત બને. આવી જ લાઈવ ટેસ્ટ માટે અમારી સાઈટ સાથે જોડાયેલા રહો!