કેમ છો મિત્રો, પરીક્ષા કોઈ પણ હોય, સામાન્ય વિજ્ઞાન (General Science) ના પ્રશ્નો મેરિટ બનાવવા કે બગાડવા માટે કાફી હોય છે. એમાં પણ ખાસ કરીને જીવવિજ્ઞાન (Biology) નો ભાગ, જેમાં માનવ શરીરના તંત્રો, રોગો, પોષણ અને પર્યાવરણને લગતા પ્રશ્નો અચૂક પૂછાય છે.
આજે Gujarati Job Quiz પ્લેટફોર્મ પર અમે જીવવિજ્ઞાનના 25 એકદમ કડક અને અગત્યના પ્રશ્નો લઈને આવ્યા છીએ. નોટ-પેન લઈને બેસી જાવ, 25 પ્રશ્નોના જવાબ સિલેક્ટ કરો અને છેલ્લે ‘સબમિટ’ બટન દબાવીને તમારું ફાઈનલ સ્કોરકાર્ડ અને દરેક પ્રશ્નની ડિટેઇલ સમજૂતી ચેક કરો!
🏆 તમારું ફાઈનલ સ્કોરકાર્ડ: 0 / 25
સાચા જવાબો અને સમજૂતી (Solutions)
1) નીચેનામાંથી કયું લક્ષણ માત્ર સજીવોમાં જ જોવા મળે છે, નિર્જીવમાં નહિ?
2) વનસ્પતિ શ્વસન (Respiration) ક્રિયા દરમિયાન કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે?
3) સજીવો માટે ‘દ્વિનામી નામકરણ પદ્ધતિ’ (Binomial Nomenclature) કોણે આપી હતી?
4) સજીવોને વર્ગીકૃત કરવા માટે ‘પાંચ સૃષ્ટિ વર્ગીકરણ’ (Five Kingdom Classification) પદ્ધતિ કોણે રજૂ કરી હતી?
5) વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ (Photosynthesis) ની ક્રિયા દ્વારા ખોરાક બનાવવા માટે નીચેનામાંથી શાની જરૂર હોતી નથી?
6) મનુષ્યના જઠર (Stomach) માં કયો એસિડ ઉત્પન્ન થાય છે જે ખોરાકના પાચનમાં અને બેક્ટેરિયાના નાશમાં મદદ કરે છે?
7) કયા વિટામિનની ઉણપથી આંખોમાં ‘રતાંધળાપણું’ (Night Blindness) નો રોગ થાય છે?
8) નાના બાળકોમાં પ્રોટીનની ભારે ઉણપથી કયો ભયંકર રોગ થાય છે?
9) રણમાં ઉગતી વનસ્પતિઓ (દા.ત. ફાફડાથોર) માં પાણીનો બચાવ કરવા માટે પાંદડાઓનું રૂપાંતર શામાં થઈ જાય છે?
10) માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કયા અંગ દ્વારા કરે છે?
11) રણનું વહાણ કહેવાતા ‘ઊંટ’ ના કયા અંગમાં ચરબીનો સંગ્રહ થાય છે, જે તેને લાંબો સમય ખોરાક વિના રહેવામાં મદદ કરે છે?
12) મનુષ્યના હૃદય (Heart) માં કુલ કેટલા ખંડો આવેલા હોય છે?
13) લોહીમાં રહેલા રક્તકણો (Red Blood Cells) નો લાલ રંગ કયા તત્વની હાજરીના કારણે હોય છે?
14) મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ (Largest Gland) કઈ છે?
15) મનુષ્યના પાચનતંત્રમાં ‘નાના આંતરડા’ (Small Intestine) ની લંબાઈ આશરે કેટલી હોય છે?
16) આપણા શરીરમાં લોહીનું શુદ્ધિકરણ (ફિલ્ટરેશન) કરી કચરો દૂર કરવાનું કામ કયું અંગ કરે છે?
17) સ્વસ્થ મનુષ્યના સામાન્ય રક્તચાપ (Blood Pressure – BP) નું માપ કેટલું હોવું જોઈએ?
18) મધ્યસ્થ ચેતાતંત્ર (Central Nervous System) માં કયા અંગોનો સમાવેશ થાય છે?
19) હાડકાં (અસ્થિ) અને દાંતને મજબૂત બનાવવા માટે કયું ખનીજ તત્વ અત્યંત જરૂરી છે?
20) ભારતમાં વાઘના સંરક્ષણ માટે ‘પ્રોજેક્ટ ટાઈગર’ (Project Tiger) કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો?
21) ગુજરાતમાં આવેલો ‘ગીર રાષ્ટ્રીય ઉદ્યાન’ કયા પ્રાણીના સંરક્ષણ માટે આખી દુનિયામાં જાણીતો છે?
22) લુપ્ત થવાના આરે ઉભેલી વનસ્પતિ અને પ્રાણીઓની નોંધ કયા પુસ્તકમાં કરવામાં આવે છે?
23) પર્યાવરણ અને સજીવોના રક્ષણ માટે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે?
24) નીચેનામાંથી કયું પક્ષી ગુજરાતનું ‘રાજ્ય પક્ષી’ છે, જેનું સંરક્ષણ કરવું આપણી ફરજ છે?
25) પર્યાવરણ બચાવવા માટે થયેલું પ્રખ્યાત ‘ચિપકો આંદોલન’ (Chipko Movement) કોના સંરક્ષણ સાથે જોડાયેલું છે?
મિત્રો, વિજ્ઞાન ગોખવાનો વિષય નથી, સમજવાનો છે. જો તમે પોલીસ કોન્સ્ટેબલ, બિનસચિવાલય કે CCE ની તૈયારી કરતા હોવ, તો સૌથી પહેલા ધોરણ 6 થી 10 ની GCERT / NCERT ની પાઠ્યપુસ્તકો વાંચવાની આદત પાડો. એમાં પણ માનવ શરીરના તંત્રો (પાચન, શ્વસન, રુધિરાભિસરણ) ના ચિત્રો જોઈને સમજશો તો એક પણ માર્ક નહિ કપાય. રોજ એક ટોપિક પકડો અને પછી અમારી સાઈટ પર આવીને એની મોક ટેસ્ટ આપો, એટલે પાકું સિલેક્શન!
અમે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન અને 100% ઓરિજિનલ સ્ટડી મટીરીયલ આપવા કટિબદ્ધ છીએ. અમે કોઈ કોપી-પેસ્ટમાં માનતા નથી, અમારી મહેનત સીધી તમારા મેરિટના આંકડામાં દેખાશે. આવી જોરદાર લાઈવ ટેસ્ટ રોજ આપવા માટે અમારી સાથે જોડાયેલા રહો!