૧૮૫૭ નો બળવો અને બ્રિટીશ તાજનું શાસન: માસ્ટર નોટ્સ + 25 IMP પ્રશ્નોની ક્વિઝ

૧૮૫૭ નો બળવો અને બ્રિટીશ તાજનું શાસન માસ્ટર નોટ્સ રામ રામ મિત્રો! સરકારી નોકરીની તૈયારી કરતા હોય અને આધુનિક ભારતનો ઇતિહાસ વાંચીએ, ત્યારે સૌથી પહેલો પાવરફુલ ટોપિક આવે છે ‘૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ’. ઘણા વિદ્યાર્થીઓ આમાં ખાલી તારીખો અને નામ ગોખવા બેસી જાય છે, પણ જીપીએસસી (GPSC) કે ગૌણ સેવા (GSSSB) હવે કન્સેપ્ટ પરથી પ્રશ્નો કાઢે છે.

આજે Gujarati Job Quiz પર આપણે ધોરણ 8 ના પાઠ્યપુસ્તક આધારિત આ ટોપિકને એકદમ આપણી દેશી અને સીધી ભાષામાં સમજી લઈશું, જેથી પરીક્ષામાં ક્યાંય માર્ક ના કપાય.

૧. સંગ્રામનો પાયો કેમ નંખાયો? (મુખ્ય કારણો)

૧૮૫૭ નો બળવો અને બ્રિટીશ તાજનું શાસન નો બળવો કોઈ એક રાતની પેદાશ નહોતી, પણ અંગ્રેજોના 100 વર્ષના શાસનનો જ્વાળામુખી હતો જે ફાટ્યો. એના મુખ્ય કારણો નીચે મુજબ હતા:

  • રાજકીય કારણ: લોર્ડ ડેલહાઉસીની ‘ખાલસા નીતિ’ અને વેલેસ્લીની ‘સહાયકારી યોજના’. ડેલહાઉસીએ ઝાંસી, સતારા જેવા રાજ્યોને દત્તક પુત્રનો હક ના મંજૂર કરી ખાલસા કર્યા, જેથી રાજાઓમાં ભયંકર રોષ હતો.
  • આર્થિક કારણ: અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિના કારણે ભારતના ખેડૂતો પાયમાલ થયા અને હસ્તકલાના કારીગરો બેરોજગાર બન્યા.
  • સામાજિક અને ધાર્મિક કારણ: અંગ્રેજોએ સતીપ્રથા અને બાળલગ્ન પર પ્રતિબંધ મૂક્યો (જે સુધારા હતા), પણ રૂઢિચુસ્ત ભારતીયોને લાગ્યું કે અંગ્રેજો આપણો ધર્મ ભ્રષ્ટ કરી ખ્રિસ્તી બનાવવા માંગે છે.
  • લશ્કરી કારણ: એ સમયે અંગ્રેજ અને ભારતીય સૈનિકોનું પ્રમાણ 1:6 હતું! છતાં હિન્દી સૈનિકોને પગાર ઓછો, અપમાન વધારે અને વિદેશ જવાની ફરજ પડાતી હતી.

૨. તાત્કાલિક કારણ અને બળવાની શરૂઆત

આ બધો બારૂદ ભેગો થયેલો જ હતો, અને એમાં દિવાસળી ચાંપવાનું કામ કર્યું ‘એન્ફિલ્ડ રાઈફલ’ એ! જાન્યુઆરી 1857 માં લશ્કરમાં આ નવી રાઈફલ આવી. અફવા ઉડી (જે સાચી પણ હતી) કે આ રાઈફલની કારતૂસ (ગોળી) ને દાંતથી તોડવી પડે છે, અને તેમાં ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી છે. ગાય હિંદુઓ માટે પવિત્ર અને ડુક્કર મુસ્લિમો માટે વર્જ્ય! આથી 29 માર્ચ 1857 ના રોજ બંગાળની બેરકપુર છાવણીમાં મંગલ પાંડે એ આ કારતૂસ વાપરવાની ના પાડી અને અંગ્રેજ અધિકારીને ગોળીએ દીધો. મંગલ પાંડેને 8 એપ્રિલે ફાંસી અપાઈ, અને તે આ સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો.

૩. સંગ્રામ નિષ્ફળ કેમ ગયો?

મિત્રો, ૧૮૫૭ નો બળવો અને બ્રિટીશ તાજનું શાસન આખો દેશ લડ્યો છતાં આપણે હાર્યા કેમ? કારણ કે:

  • કેન્દ્રીય નેતાગીરીનો અભાવ: બધે અલગ અલગ નેતાઓ લડતા હતા, પણ આખા દેશને એક તાંતણે બાંધી શકે એવો કોઈ એક મજબૂત નેતા નહોતો (બહાદુરશાહ ઝફર ઘણા વૃદ્ધ હતા).
  • તારીખ પહેલા શરૂઆત: સંગ્રામની નક્કી કરેલી તારીખ 31 મે હતી, પણ તે 10 મે ના રોજ મેરઠથી વહેલો શરૂ થઈ ગયો, જેથી અંગ્રેજોને ચેતવાનો સમય મળી ગયો.
  • આધુનિક શસ્ત્રોનો અભાવ: અંગ્રેજો પાસે નવી રાઈફલો અને ટેલિગ્રાફ-પોસ્ટ જેવી સિસ્ટમ હતી, જ્યારે આપણા લડવૈયાઓ તલવાર અને ભાલાથી લડતા હતા.
  • શિક્ષિત વર્ગ અને ઘણા મોટા રજવાડાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા અથવા અંગ્રેજોને સાથ આપ્યો હતો.

૪. પરિણામ: કંપની ગઈ અને તાજ આવ્યો!

બળવો ભલે નિષ્ફળ ગયો, પણ તેણે બ્રિટિશ સંસદના પાયા હચમચાવી નાખ્યા. અંગ્રેજોને સમજાઈ ગયું કે હવે ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ થી ભારત નહિ સચવાય.

  • બ્રિટીશ તાજનું શાસન: 1858 માં ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાએ ઢંઢેરો પીટાવ્યો અને ભારતમાં ‘કંપની શાસન’ નો કાયમી અંત આવ્યો. હવે ભારત સીધું બ્રિટિશ સરકાર (તાજ/Crown) ના હાથમાં ગયું.
  • ધાર્મિક છૂટછાટ અને રજવાડાઓ: અંગ્રેજોએ નક્કી કર્યું કે હવે ભારતીયોના ધર્મમાં દખલગીરી નહિ કરવી અને કોઈ પણ દેશી રાજાનું રાજ્ય ખાલસા નહિ કરવું. ૧૮૫૭ નો બળવો અને બ્રિટીશ તાજનું શાસન

💡 બોનસ પોઈન્ટ: સંગ્રામના નેતાઓ યાદ રાખવાની ટ્રીક

મિત્રો,૧૮૫૭ નો બળવો અને બ્રિટીશ તાજનું શાસન પરીક્ષામાં હંમેશા જોડકાં પૂછાય છે કે ક્યાંથી કોણ લડ્યું? આને ગોખવા કરતા લિંક બનાવો:

  • કાનપુર આવે એટલે ‘નાના’ યાદ રાખવા (નાના સાહેબ અને તેમના સેનાપતિ તાત્યા ટોપે).
  • બિહાર આવે એટલે 82 વર્ષના જુવાન ‘કુંવર સિંહ’ જ હોય!
  • ગુજરાતમાં આણંદ-ખેડા બાજુ મુખી ‘ગડબડદાસ પટેલ’ અને દ્વારકા-ઓખામંડળના દરિયાકાંઠે ‘વાઘેર જાતિ’ ના જોધા માણેક અને મૂળુ માણેક. બસ, આ રીતે લોકેશન અને નામ મગજમાં સેટ કરશો એટલે પરીક્ષામાં ચાર ઓપ્શન જોતા જ સાચો જવાબ ક્લિક થઈ જશે!

🏆 તમારું ફાઈનલ સ્કોરકાર્ડ: 0 / 25

કુલ પ્રશ્નો: 25
કુલ માર્ક્સ: 25
તમે મેળવેલા માર્ક્સ: 0
એટેમ્પ્ટ કરેલા પ્રશ્નો: 0
સાચા જવાબો: 0
ખોટા જવાબો: 0
છોડી દીધેલા પ્રશ્નો: 0

સાચા જવાબો અને સમજૂતી (Solutions)

1) 1857 ના સંગ્રામમાં કંપનીની લશ્કરમાં હિન્દી અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ કેટલું હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:તે સમયે બ્રિટીશ લશ્કરમાં 6 ભારતીય સૈનિકો સામે માત્ર 1 અંગ્રેજ સૈનિક હતો (6:1). છતાં ભારતીયોને પગાર અને પ્રમોશન મળતા ન હતા.

2) 1857 ના બળવા માટે કઈ રાઈફલની કારતૂસ તાત્કાલિક કારણ બની હતી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:જૂની બ્રાઉન બેસ રાઈફલની જગ્યાએ નવી ‘એન્ફિલ્ડ રાઈફલ’ લવાઈ હતી, જેની કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી હોવાની વાત ફેલાઈ હતી.

3) 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ કોને માનવામાં આવે છે?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:મંગલ પાંડેએ 29 માર્ચ 1857 ના રોજ બળવો કર્યો અને તેમને 8 એપ્રિલે ફાંસી અપાઈ, જેથી તેઓ પ્રથમ શહીદ કહેવાયા.

4) 1857 ના સંગ્રામની અગાઉથી નક્કી કરેલી તારીખ કઈ હતી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:બળવાની નક્કી કરેલી તારીખ 31 મે હતી, પરંતુ મેરઠમાં 10 મે ના રોજ જ ઉતાવળમાં બળવો શરૂ થઈ જવાથી આયોજન ખોરવાયું.

5) દિલ્હીમાં સંગ્રામકારીઓએ ભારતના શાસક (બાદશાહ) તરીકે કોને જાહેર કર્યા?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:મેરઠથી દિલ્હી પહોંચીને સૈનિકોએ 80 વર્ષના વૃદ્ધ મુઘલ બાદશાહ ‘બહાદુરશાહ ઝફર’ ને ભારતના સમ્રાટ જાહેર કરી નેતાગીરી સોંપી.

6) કાનપુરમાં 1857 ના બળવાની આગેવાની કોણે લીધી હતી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:કાનપુરમાં નાના સાહેબ પેશવાએ આગેવાની લીધી હતી, અને તેમના મુખ્ય સેનાપતિ તરીકે તાત્યા ટોપે હતા.

7) બિહારના જગદીશપુરમાં 82 વર્ષની ઉંમરે સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:બિહારમાં જગદીશપુરના જમીનદાર ‘કુંવર સિંહ’ એ 82 વર્ષની ઉંમરે અદભુત વીરતા બતાવી અંગ્રેજોને હંફાવ્યા હતા.

8) ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સામે લડનાર અને તેમને હરાવનાર અંગ્રેજ સેનાપતિ કોણ હતો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:જનરલ હ્યુ રોઝે ઝાંસી પર આક્રમણ કર્યું હતું. રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામ્યા ત્યારે હ્યુ રોઝે તેમને ‘બળવાખોરોમાં એકમાત્ર મર્દ’ કહ્યા હતા.

9) ગુજરાતમાં ખેડા જિલ્લાના ‘આણંદ’ માં કોણે બળવાની આગેવાની કરી હતી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:આણંદના મુખી ગડબડદાસ પટેલે મહીકાંઠાના કોળી અને ડાભી લોકોની મદદથી બળવો કર્યો હતો (તેમને આંદામાન જેલમાં મોકલી દેવાયા હતા).

10) ગુજરાતના ઓખામંડળ (દ્વારકા) વિસ્તારમાં કઈ જાતિએ 1857 ના સંગ્રામમાં જબરદસ્ત લડત આપી હતી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:દ્વારકા-ઓખામંડળ વિસ્તારમાં ‘વાઘેર’ જાતિના જોધા માણેક અને મૂળુ માણેકે અંગ્રેજો સામે ભીષણ લડત આપી હતી.

11) એવું માનવામાં આવે છે કે નાના સાહેબના સેનાપતિ ‘તાત્યા ટોપે’ એ પોતાના જીવનના અંતિમ 15 દિવસ ગુજરાતના કયા શહેરમાં ગાળ્યા હતા?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:અંગ્રેજોથી બચતા-બચતા તાત્યા ટોપે છેલ્લે ગુજરાતના નવસારીમાં આવ્યા હોવાનું મનાય છે.

12) પંચમહાલ વિસ્તારમાં 1857 નો બળવો કોની આગેવાની નીચે થયો હતો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:પંચમહાલ (દાહોદ, ગોધરા) વિસ્તારમાં આદિવાસી નાયકડાઓએ જીવાભાઈ ઠાકોરના નેતૃત્વમાં અંગ્રેજો સામે લડત આપી હતી.

13) 1858 ના કાયદાથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો અને કોનું શાસન શરૂ થયું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:બળવાના પરિણામ સ્વરૂપે બ્રિટિશ સંસદે કાયદો પસાર કરી કંપની શાસન નાબૂદ કર્યું અને ભારતનો વહીવટ સીધો બ્રિટિશ તાજ (મહારાણી) ના હાથમાં લીધો.

14) 1857 ના બળવા સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા, જેઓ બાદમાં ભારતના પ્રથમ વાઈસરોય બન્યા?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:1857 સમયે લોર્ડ કેનિંગ ગવર્નર જનરલ હતા. 1858 ના કાયદાથી તે જ પદનું નામ બદલીને ‘વાઈસરોય’ કરાયું.

15) 1858 નો ‘રાણીનો ઢંઢેરો’ (Victoria’s Proclamation) અલ્હાબાદ ખાતે કોણે વાંચી સંભળાવ્યો હતો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:1 નવેમ્બર 1858 ના રોજ લોર્ડ કેનિંગે અલ્હાબાદના દરબારમાં રાણી વિક્ટોરિયાનો આ ઐતિહાસિક ઢંઢેરો વાંચી સંભળાવ્યો હતો.

16) 1857 ના સંગ્રામનું મુખ્ય મથક (Start point) ઉત્તર પ્રદેશનું કયું શહેર બન્યું હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:10 મે 1857 ના રોજ મેરઠ છાવણીના સૈનિકોએ બળવો કર્યો અને દિલ્હી તરફ કૂચ કરી હતી. મેરઠ જ આ સંગ્રામનું પહેલું મોટું કેન્દ્ર હતું.

17) સંગ્રામના પરિણામ સ્વરૂપે બ્રિટિશ સરકારે દેશી રાજ્યો માટે કઈ નીતિ અપનાવી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:રાણીના ઢંઢેરામાં સ્પષ્ટ કરાયું કે હવેથી ડેલહાઉસીની ‘ખાલસા નીતિ’ બંધ થશે અને રાજાઓની આંતરિક બાબતોમાં અંગ્રેજો માથું નહિ મારે.

18) 1857 ના બળવા માટેનું સામાજિક કારણ શું હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:ખાલસા નીતિ એ રાજકીય કારણ હતું અને રાઈફલ લશ્કરી કારણ હતું. સતીપ્રથા રોકવી એ સુધારો હોવા છતાં, રૂઢિચુસ્ત લોકોને તે પોતાના ધર્મમાં દખલગીરી (સામાજિક કારણ) લાગી હતી.

19) મંગલ પાંડે કઈ છાવણીના સૈનિક હતા?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:મંગલ પાંડે બંગાળની બેરકપુર છાવણીની 34મી બટાલિયનના સિપાહી હતા.

20) ગુજરાતમાં ચાંડપ ગામના કયા મુખીઓએ અંગ્રેજો સામે બળવો કર્યો હતો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:સાબરકાંઠા/મહીકાંઠા વિસ્તારના ચાંડપ (ચાંદપ) ગામના મુખી નાથાજી અને યામાજીએ અંગ્રેજોને ભારે લડત આપી હતી.

21) નાના સાહેબ પેશવાનું મૂળ નામ શું હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:નાના સાહેબનું મૂળ નામ ધૂંધુપંત હતું. (જ્યારે તાત્યા ટોપેનું મૂળ નામ રામચંદ્ર પાંડુરંગ હતું).

22) લખનૌમાં 1857 ના બળવાનું નેતૃત્વ કોણે કર્યું હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:અવધ (લખનૌ) ની બેગમ હઝરત મહલે પોતાના સગીર પુત્રને નવાબ ઘોષિત કરી અંગ્રેજો સામે બળવો પોકાર્યો હતો.

23) બળવા પછી બ્રિટિશ સરકારે લશ્કરમાં શું મોટો ફેરફાર કર્યો?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:બળવાથી ડરી ગયેલા અંગ્રેજોએ લશ્કરમાં પુનર્ગઠન કર્યું અને તોપખાના જેવા મહત્વના વિભાગો માત્ર અંગ્રેજોના હાથમાં જ રાખ્યા.

24) નીચેનામાંથી કયું 1857 ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ન હતું?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:ભારતીયોમાં વીરતા કે હિંમતની કોઈ કમી નહોતી! પરંતુ યોગ્ય નેતાગીરી, શસ્ત્રો અને સંકલનના અભાવે આપણે હાર્યા.

25) બ્રિટિશ સરકારને ભારત પ્રત્યેની પોતાની નીતિ બદલવાની ફરજ કઈ ઘટના પછી પડી?

↺ જવાબ કાઢી નાખો
💡 સમજૂતી:1857 ના જબરદસ્ત બળવાએ બ્રિટિશ સરકારને હચમચાવી દીધી, જેથી તેમણે કંપની શાસન હટાવીને સીધું તાજનું શાસન લાદવું પડ્યું.

Leave a Comment